આધારકાર્ડ - એક ટ્રાન્સપેરન્ટ વ્યવસ્થા માટેનો વિકલ્પ.
વર્તમાનમાં બેંકમાં આધારકાર્ડ લિંક કરવું એ આર.બી.આઈ. દ્વારા ફરજીયાત કરવામાં આવ્યું. આમતો બેંક તરફ થી ફોન તો ઘણા ટાઈમ પહેલા જ ફોન આવી ગયો હતો, પરંતુ સમયના અભાવે ગઈ કાલે આધાર ઉપડેટ કરવા ગયો હતો. આધારકાર્ડ એ એક એવી વ્યવસ્થા છે કે જેના દ્વારા વ્યક્તિની મોટાભાગની જાણકારી એક સ્ત્રોતપર સાચવી શકે છે. આધારકાર્ડ ભવિષ્યમાં સરકાર યોજનાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવા જઈ રહ્યું છે. પહેલાના સમયમાં જ્યાં ગરીબ તેમજ માધ્યમ વર્ગના લોકો માટેની યોજનાના લાભ ગેરકાયદેસર ધનિક લોકો મેળવી લેતા હતા તે હવે કરવું ખૂબ અઘરું સાબિત થશે. આધારકાર્ડ ને બેંક સાથે, મોબાઈલ સાથે, પાનકાર્ડ સાથે અને જમીનના documents સાથે પણ લિંક કરવામાં આવી રહ્યું છે. મારુ તો એવું માનવું છે ભવિષ્યમાં દરેક પુરાવાઓ નીકળી જશે અને માત્ર બે જ પુરાવા રહેશે. એક આધારકાર્ડ - ભારતની જરૂરિયાત માટે અને બીજો પાસપોર્ટ- આંતરરાષ્ટ્રીય પુરાવા માટે. આધારકાર્ડને બેંક સાથે લિંક કરવાનો સીધો મતલબ છે કે આપણી બેંક માં થતા દરેક ટ્રાન્જેકશનસ ની જાણકારી આધારકાર્ડ થી સરકાર જાણી શકે. આધારકાર્ડને મોબાઈલ સાથે લિંક કરવાનો અર્થ છે કે સરકાર આપણું ...