ચંદ્રમા માં પ્રમુખ સ્વામી મહારાજ ની પ્રતિમા સત્ય કે અસત્ય.?

આપણું ભારત એટલે આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ભરપૂર અને વિજ્ઞાનની દ્રષ્ટિ યે મંગલ ગ્રહ સુધી પહોંચેલ દેશ. વિવિધતા માં એકતા - કેહેવાય છેને કે જંગલ કુદરતી જ સારા લાગે, જો એને માનવ સર્જિત બનાવવામાં આવે તો તેમાં માનવ માત્ર સારી વાતું જ રાખશે અને ખરાબ વસ્તુ ઉગાશે તો કાપી નાખશે પરિણામે તેનો કુદરતી રૂપનો આનંદ નહિ મળે.

આવાજ એક કુદરતી આનંદનો અનુભવ મને આજે થયો. સાંજે વાળું ( ડિનર ) કરીને આરામ કરતો તો ત્યાં એટલામાં મારો ભત્રીજો વિશાલ પેસેજમાં ચાલતો ચાલતો આવ્યો અને કહ્યું. ચાંદમાં પ્રમુખ સ્વામી દેખાય છે. અને તરત મને તેના ફોનમાં સોશિયલ મીડિયા દ્વારા આવેલા ફોટો દેખાડી કહ્યું "કાકા, આ જુવો આ ફોટો મારા દોસ્તારે મને આ ફોટો મોકલ્યો અને મેં અગાસીમાં જઇને જોયું મને પ્રમુખ સ્વામીના દર્શન થયા."

આ ફોટાને જોઈ ને મને લાગ્યું નક્કી આ કોઈ વ્યક્તિ કમ્પ્યુટર સોફ્ટવેરની મદદ વડે બનાવેલ છે. કારણ કે એ ફોટો જોઈને મને લાગ્યું કે આ ફોટો મેં કશે જોયો છે. વળી પાછું મને ફોટોશોપનું જ્ઞાન પણ ખરું. એટલે મને થયું આવો ફોટો તો કોઈ પણ સારો ફોટોશોપ જાણનાર વ્યક્તિ બનાવી શકે છે.

મેં તે વિષય પર વધુ ધ્યાન ન આપતા વોટ્સએપ પર મિત્રો સાથે ચેટ કરવાનું સારું રાખ્યું. થોડી વાર પછી મારા વોટ્સએપ પર તેજ ફોટો આવ્યો, ફરી પાછું મેં ધ્યાન ન આપ્યું.

રાત્રે 12 વાગ્યા ની આજુ બાજુ મારા પપ્પા ના ફુઈ ( જેવો અમારા જ મકાન માં ભાડે રહે છે ) આવ્યા. તેવોએ દરવાજો ખાખડાવતા કહ્યું "સુઈ ગયા બધા કે..!"  દરવાજો ખોલતાની સાથે કહ્યું ચાલો અગાસીમાં ચાંદામાં પ્રમુખ સ્વામી દેખાય છે. ફુઈ હોઈ અને ના કહેવાનો સવાલ જ ન આવે. અગાસી માં જઈ ને જોયું તો કેટકેટલાય લોકો ચાંદા ને નીહાળી રહ્યા હતા. મોટા ભાગના લોકો ને ચાંદામાં પ્રમુખ સ્વામીના દર્શન થયા. આવા સમયે મારો વિરોધ કરવો એ અવિવેક જેવું જણતા મેં પણ તેવો ની હા માં હા રાખી.

મેં વિચાર્યું મારી આ વાત ને હું બ્લોગમાં રજુ કરું અને આ પોસ્ટ લખું. જયારે વાત શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસની હોઈ ત્યારે કોઈ પણ વૈજ્ઞાનિક તથ્યો ને લોકો સ્વીકારતા નથી. અને આધ્યાત્મિક જગતમાં તો ભાવ જ સાધાકની ધરોહર હોઈ છે જેના પર તેવો પોતાની આધ્યાત્મિક સ્થિતિનું નિર્માણ કરે છે. તેવા સમયે બુદ્ધિ જીવીઓનું કઈ કહેવું તે હ્રુદયજીવીઓ માટે સ્વીકારવું અશક્ય જેવું જ છે. હા હું સ્વીકારું છે જે વસ્તુ થી સાધક ના જીવન માં ભાવ વધે તે સારું જ છે.

આ સમગ્ર ઘટનાનું મારા અંતર વિશ્વ થી અધ્યાન કરતા મને જણાયું કે વાસ્તવિકતા શું છે. આ સમગ્ર ઘટના પર બાહ્ય પરિબળોનો સામાન્ય વ્યક્તિ ખુબ મોટો પ્રભાવ પડી રહ્યો છે. વ્યક્તિના પોતાના કોઈ વિચારો જ નથી તેવોના વિચારોને ગાદરીયા પ્રવાહની જેમ સરળતા થી બદલી શકાય છે. પ્રમુખ સ્વામીજીના અક્ષરવાસને આજે તે દિવસે 8 દિવસ થયા હતા. સતત સમાચારમાં તેવોના ન્યૂઝ જોઈ ને લોકોના મનમાં સતત અને સતત તેવોના જ વિચાર આવતા હતા ( આ એક સારી વાત છે કેમકે કોઈ સંત પુરુષ પર આપણું ચિત રહે તો આપણું મન પવિત્ર અને શુદ્ધ થાય છે. ). વળી સાગા સંબંધીઓ મળે ત્યારે પણ તેવો આજ વાતો કરતા હતા જેથી કરીને સમગ્ર ભારતમાં એક આધ્યાત્મિક ચર્ચાનો માહોલ સર્જાયો. બીજું જેટલા લોકોને ચંદ્રમાં પ્રમુખ સ્વામી દેખાના તેવો દરેક વ્યક્તિઓ યે પ્રથમ ફોનમાં ફોટો જોયો અને તેને ચિત્તમાં રાખ્યો અને તેજ ફોટો ચંદ્રમા જોવા નો પ્રયાસ કર્યો.

જેમ કહેવાય છે ને એક સિક્કાની બે બાજુ. તેવી જ રીતે આ ઘટનાની સારી બાજુ પર જ ભાવ પક્ષ વાળા લોકોનું ચિત્ત છે જયારે જે વ્યક્તિ માધ્યમમાં છે ( [ભાવ પક્ષ + બુદ્ધિ પક્ષ]/૨ ~=0  ) તેવો એ બંને બાજુનું અધ્યયન કર્યું અને જાણ્યું કે આ ઘટનાનો ગેર લાભ લેવા વાળા લોકો પણ છે કે જેવો માત્ર બુદ્ધિ વાદી છે.

જે ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે તેને બનાવનાર વ્યક્તિએ યાતો નિર્દોષ ભાવે બનાવેલો છે યાતો જાણી જોઈને સમાજને ગુમરાહ કરવા માટે બનાવ્યો છે. જો ગુમરાહ કરવા માટે બનાવેલો હોઈ તો તે માત્ર પોતાના અહંકાર ને સંતુષ્ટિ આપવા માટે આવું કૃત્ય કરે છે. તેના અહંકારને ખોરાક મળે છે કે આજે મારો બનાવેલો ફોટો પુરી દુનિયા જોઈ રહી છે આજે પુરી દુનિયા તે જોઈ રહી છે જે હું દેખાડવા મંગુ છું.

આપણે કોઈ પણ તારણ પર આવતા પહેલા પરિસ્થિતિને સકારાત્મક અને નકારાત્મક બંને બાજુએ થી જો વિચારીને નિર્ણય લેશું તો અવશ્ય આપણે પરિસ્થિતિની સાચી છબીને ઓળખી શકીયે.

Comments

Popular posts from this blog

શ્રદ્ધા સુમન શ્રદ્ધાંજલિ - પરમ પૂજ્ય સંત શ્રી પ્રમુખ સ્વામી.

પરિસ્થિતિની વાસ્તવિકતા જાણ્યા વગર તારણ મનમાં બાંધવું એ મૂર્ખતા સમાન છે.

List of Characteristics of Peaceful Family.