આધારકાર્ડ - એક ટ્રાન્સપેરન્ટ વ્યવસ્થા માટેનો વિકલ્પ.
વર્તમાનમાં બેંકમાં આધારકાર્ડ લિંક કરવું એ આર.બી.આઈ. દ્વારા ફરજીયાત કરવામાં આવ્યું. આમતો બેંક તરફ થી ફોન તો ઘણા ટાઈમ પહેલા જ ફોન આવી ગયો હતો, પરંતુ સમયના અભાવે ગઈ કાલે આધાર ઉપડેટ કરવા ગયો હતો.
આધારકાર્ડ એ એક એવી વ્યવસ્થા છે કે જેના દ્વારા વ્યક્તિની મોટાભાગની જાણકારી એક સ્ત્રોતપર સાચવી શકે છે. આધારકાર્ડ ભવિષ્યમાં સરકાર યોજનાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવા જઈ રહ્યું છે. પહેલાના સમયમાં જ્યાં ગરીબ તેમજ માધ્યમ વર્ગના લોકો માટેની યોજનાના લાભ ગેરકાયદેસર ધનિક લોકો મેળવી લેતા હતા તે હવે કરવું ખૂબ અઘરું સાબિત થશે.
આધારકાર્ડ ને બેંક સાથે, મોબાઈલ સાથે, પાનકાર્ડ સાથે અને જમીનના documents સાથે પણ લિંક કરવામાં આવી રહ્યું છે.
મારુ તો એવું માનવું છે ભવિષ્યમાં દરેક પુરાવાઓ નીકળી જશે અને માત્ર બે જ પુરાવા રહેશે. એક આધારકાર્ડ - ભારતની જરૂરિયાત માટે અને બીજો પાસપોર્ટ- આંતરરાષ્ટ્રીય પુરાવા માટે.
આધારકાર્ડને બેંક સાથે લિંક કરવાનો સીધો મતલબ છે કે આપણી બેંક માં થતા દરેક ટ્રાન્જેકશનસ ની જાણકારી આધારકાર્ડ થી સરકાર જાણી શકે.
આધારકાર્ડને મોબાઈલ સાથે લિંક કરવાનો અર્થ છે કે સરકાર આપણું લોકેશન - આપણે કઈ જગ્યાએ છીએ તેની જાણકારી પણ આધારકાર્ડ થઈ જાણી શકે છે. વધારામાં relience jio જે રીતે ડેટાના આધારે કોલની સુવિધા આપે છે. તેના પર થી અનુમાન લગાવી શકાય કે ભવિષ્ય એજ technology નું છે. આના થી સરકાર માટે વ્યક્તિનું exact location સહેલાઇથી મેળવી શકશે.
આધારકાર્ડને પાનકાર્ડ સાથે જોડવાનો અર્થ એમ છે કે આપણી આવક કેટલી છે, કેટલી મિલકત છે, કેટલા લેણદારો અને દેવદારો છે. બેંકમાં બેલેન્સ કેટલું છે, કેશ કેટલી છે. લોન કેટલી ચાલે છે. કેટલનો હપ્તો ભરીએ છીએ. આ દરેકે વસ્તુ ટ્રાન્સપેરન્ટ થવાથી સરકાર જેતે વ્યક્તિની આર્થીકતા સહેલાઇ થઈ નક્કી કરી શકશે.
આધારકાર્ડ ને જમીન સાથે લિંક કરવા થઈ વ્યક્તિ માટે કેટલી મિલકત છે. કેટલા લોકો પાસે મિલકત નથી આ દરેક જાણકારી સરકાર માટે જાણવી જરૂરી થશે અને જરૂરિયાતમંદ લોકો ને માટે સરકાર સરળ આયોજન પણ કરી શકશે.
દરેક યોજનાઓ સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે તે દરેક જગ્યાએ આધારકાર્ડ ફરજિયાત કરવામાં આવી રહ્યું છે.
આજે સમાજ માં દરેક લોકો સરકારી લાભો લેવા જ્યાં પોતાને ગરીબ સાબિત કરવા પાછળ દોડી રહ્યા છે ત્યારે વાસ્તવિક ગરીબો સુધી લાભ પહોંચાડવા માટે આધારકાર્ડ પાયાનો પથ્થર સાબિત થવા જઈ રહ્યું છે.
આજે સમાજમાં અનામતનો મુદ્ધો સૌથી વધુ ચર્ચામાં છે તેનું મુખ્ય એ છે કે અનામત જાતિના આધાર પર છે. જાતિના આધારપર વર્ગીકરણ જ્યારે ભારત આઝાદ થયું ત્યારે બરાબર હતું, પરંતુ આજે જ્યારે વિશ્વ નાનું થયું હોય જાતિ, દેશ, ભાષાના બંધનો ઓછા થતા જતા હોઈ ત્યારે આજે દરેક વ્યક્તિ માટે પ્રગતિનો માર્ગ ખુલ્લો છે અને દરેક જાતિનો વ્યક્તિ પોતાની મહેનત થી પોતાનું આર્થિક સ્તર સુધારી શકે છે અને લોકો સુધારી પણ રહ્યા છે. પહેલાના સમયમાં નીચી જાતિના લોકો ધંધો કરવા ઈચ્છે તો પણ નતા કરી શકતા , હાલ માં એવું નથી.
સરકાર માટે એક સુજાવ એ છે કે સરકાર એવું બિલ લાવે કે જેમાં વ્યક્તિ ને કોઈ પણ જગ્યાએ સરકારી ને વ્યક્તિગત જગ્યા પર જાતિ ન પૂછવા માં આવે - દરેક જગ્યાએ જ્યાં KYC જરૂરી હોય ત્યાં જતી અને અટક ને દૂર રાખવામાં આવે. અને માત્ર આર્થીકતા પાર સરકારી લાભો આપવામાં આવે.
આધારકાર્ડએ એક ટ્રાન્સપેરન્ટ વ્યવસ્થા માટે રામબાણ શાસ્ત્ર સાબિત થશે જેથી કરીને સરકારી વ્યવસ્થા જે હેતુ થી બનનાવવા માં આવી છે તે હેતુ જે વ્યક્તિ માટે છે તેવો ને જ મળશે. વ્યવસ્થાનો ગેરઉપયોગ કરવો અઘરું થઈ જશે.
કોઈ પણ વ્યવસ્થા બનાવવામાં આવે તેની ખામી કાળા માથાનો માનવી શોધીજ લેતો હોઇ છે. ભવિષ્યમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલી આ વ્યવસ્થા નો ગેરલાભ પણ થવા લાગે તો એ વાત ની નવાઈ નહીં.
Comments
Post a Comment