ચાલ દોસ્ત આજે થોડા તો સ્વાર્થી બની મળીયે....

ચાલ દોસ્ત આજેના દિવસે દોસ્તીની ખાતર કેમ ન હોઈ એક દિવસ થોડા સ્વાર્થી બની મળીયે... નાનપણ માં વિતાવેલી એ અવનવી રમતો ફરી યાદ કરીએ, ફરી નાના થઈએ... ચાલ દોસ્ત આજે થોડા તો સ્વાર્થી બની મળીયે....

નાની નાની વાતો માં લડવું અને તરત બે મિનિટ પછી ખભેખભા મિલાવી ને ચાલવું, અઘરું છે કે સહેલું તે ચકાસી લઈએ તો.. ચાલ દોસ્ત આજે થોડા તો સ્વાર્થી બની મળીયે....

સ્કૂલમાં સાથે માળીને રીસેસમાં લંચ બોક્સ શેરિંગ કરતા, અને વળી તારું જ ટિફિન મને ભાવે... એ ભાવે પણ..ચાલ દોસ્ત આજે થોડા તો સ્વાર્થી બની મળીયે....

ક્રિકેટ કેવતું હશે દુનિયા માટે, આપના માટેનું એ બોલ-બોટ, એ ગાભાનો દડો શોધવાના બહાને પણ.. ચાલ દોસ્ત આજે થોડા સ્વાર્થી થઈ ને મળીયે.

કોલેજમાં જતા એ બાઈક પર, દુનિયાની પરવાહ વગર મસ્તીમાં ગીતો ગાતા, એક વાર ફરી એવીજ રીતે... ચાલ દોસ્ત આજે થોડા તો સ્વાર્થી બની મળીયે....

કોલેજ માં એક વાર શુ કોઈ છોકરી જોડે વાત કરી, કે તરત જ એને તે ભાભી બનાવી, એ ચિડાવવાના બહાને પણ ... ચાલ દોસ્ત આજે થોડા તો સ્વાર્થી બની મળીયે....

કોલેજના લેક્ચર બંક કરી, ફેરવેલ પાર્ટીના જલસા કેમ ભુલાઈ, એવુ જ કાઈ વ્યસ્ત કામને બંક કરી... ચાલ દોસ્ત આજે થોડા તો સ્વાર્થી બની મળીયે....

એ વાઈવા અને પ્રેસેન્ટશન, યાદ છે? તારા  ભાગની slide હું બોલી જતો, અને પછી રહેલી slide એક્સપર્ટ ની જેમ, confidence સાથે પ્રેઝન્ટ કરતો.. એ જ રીતે કોઈને ન કહેલી વાતો પ્રેઝન્ટ કરવા ના બહાને પણ... ચાલ દોસ્ત આજે થોડા તો સ્વાર્થી બની મળીયે....

માસ્ટર ડિગ્રી કરવા ભલે તે બીજી કોલેજમાં જઇ સાથ છોડ્યો, પણ આખી જિંદગી તારે સાંભળવું પડશે, એ સાંભળવા ના બહાને પણ.. ચાલ દોસ્ત આજે થોડા તો સ્વાર્થી બની મળીયે....

ચાલ દોસ્ત આજે થોડા તો સ્વાર્થી બની મળીયે....
 

Comments

Post a Comment

Popular posts from this blog

શ્રદ્ધા સુમન શ્રદ્ધાંજલિ - પરમ પૂજ્ય સંત શ્રી પ્રમુખ સ્વામી.

પરિસ્થિતિની વાસ્તવિકતા જાણ્યા વગર તારણ મનમાં બાંધવું એ મૂર્ખતા સમાન છે.

List of Characteristics of Peaceful Family.