Posts

Showing posts from August, 2016

પરિસ્થિતિની વાસ્તવિકતા જાણ્યા વગર તારણ મનમાં બાંધવું એ મૂર્ખતા સમાન છે.

વર્તમાન સમયમાં સંપ્રેક્ષણોના બહોળા વિકાસ તેમજ  આપણા દેશમાં બોલવાની (અભિવ્યક્તિની) સ્વતંત્રતાને કારણે આજે એક વ્યક્તિની નાની અમસ્થિ ટિપ્પણી પણ લાખો અને કરોડો લોકો સુધી પહોંચે છે. મોટા ભાગે એવું જોવામાં આવ્યું છે કે મોટા ભાગના લોકો બસ બીજા દ્વારા બનાવવામાં આવેલા વાતાવરણમાં જ જેતે પરિસ્થિતિનું અંકલન કરી તારણ કાઢી લેતા હોઈ છે. આવું વાતાવરણ ઉભું કરવા વાળા ખુબ ઓછા લોકો છે અને આવા વાતાવરણ થી પ્રભાવિત થવા વાળા લોકો ખુબ વધારે છે. આ સમસ્યા સમાજ માટે ખુબ જ હાનિકારક સિદ્ધ થઇ રહી છે. જેમકે.. વર્તમાન સમયમાં પુરા ભારતમાં લઘુમતિ સમાજ કે જેવો વર્ષો થી ભારતમાં સલામતી થી રહે છે તેવો ને આચાનક અસુરક્ષા મહેસૂસ થવા લાગવી, દલિતો મહેસુસ કરવા લાગ્યા કે તેવો પર અત્યાચાર વધી રહ્યો છે, ધાર્મિક લોકોને લાગી રહ્યું છે કે ધર્મ વિરુદ્ધ કાર્ય વધવા લાગ્યા છે.  તો તેવો લોકો યે ખરેખર આત્મચિંતન કરવાની જરૂર છે - "શું આ મારા પોતાના વિચાર છે? કે પછી બીજાના બનાવતી વાતાવરણનો પ્રભાવ છે." વાસ્તવિક સ્થિતિ જાણવા માટે આપણે સૌએ સૌ પ્રથમ તો આ બનાવટી વાતાવરણ માંથી બહાર આવવું પડશે તોજ આપણે તેને સમજી સકીશું - એક પ્રયોગના ભ...

ચંદ્રમા માં પ્રમુખ સ્વામી મહારાજ ની પ્રતિમા સત્ય કે અસત્ય.?

આપણું ભારત એટલે આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ભરપૂર અને વિજ્ઞાનની દ્રષ્ટિ યે મંગલ ગ્રહ સુધી પહોંચેલ દેશ. વિવિધતા માં એકતા - કેહેવાય છેને કે જંગલ કુદરતી જ સારા લાગે, જો એને માનવ સર્જિત બનાવવામાં આવે તો તેમાં માનવ માત્ર સારી વાતું જ રાખશે અને ખરાબ વસ્તુ ઉગાશે તો કાપી નાખશે પરિણામે તેનો કુદરતી રૂપનો આનંદ નહિ મળે. આવાજ એક કુદરતી આનંદનો અનુભવ મને આજે થયો. સાંજે વાળું ( ડિનર ) કરીને આરામ કરતો તો ત્યાં એટલામાં મારો ભત્રીજો વિશાલ પેસેજમાં ચાલતો ચાલતો આવ્યો અને કહ્યું. ચાંદમાં પ્રમુખ સ્વામી દેખાય છે. અને તરત મને તેના ફોનમાં સોશિયલ મીડિયા દ્વારા આવેલા ફોટો દેખાડી કહ્યું "કાકા, આ જુવો આ ફોટો મારા દોસ્તારે મને આ ફોટો મોકલ્યો અને મેં અગાસીમાં જઇને જોયું મને પ્રમુખ સ્વામીના દર્શન થયા." આ ફોટાને જોઈ ને મને લાગ્યું નક્કી આ કોઈ વ્યક્તિ કમ્પ્યુટર સોફ્ટવેરની મદદ વડે બનાવેલ છે. કારણ કે એ ફોટો જોઈને મને લાગ્યું કે આ ફોટો મેં કશે જોયો છે. વળી પાછું મને ફોટોશોપનું જ્ઞાન પણ ખરું. એટલે મને થયું આવો ફોટો તો કોઈ પણ સારો ફોટોશોપ જાણનાર વ્યક્તિ બનાવી શકે છે. મેં તે વિષય પર વધુ ધ્યાન ન આપતા વ...

શ્રદ્ધા સુમન શ્રદ્ધાંજલિ - પરમ પૂજ્ય સંત શ્રી પ્રમુખ સ્વામી.

આ આજના વ્યસ્તતમ જીવનમાં  આપણે જ્યાં આપણા પોતાના માટે સમય ન હોઈ અને કોઈ એવી વિભૂતિ વિષે વાત કરવા જઇયે કે જેમણે પોતાનું પૂર્ણ જીવન સમાજના ઉત્થાનમાં ખર્ચી નાખ્યું હોઈ તો એ વાત સમજી શકાય કે આ કલમ તેમના વ્યક્તિત્વને રજુ કરવા માટે ટૂંકી પડે. આજ રોજ સમાચાર મળ્યા સંતશ્રી પ્રમુખ સ્વામીજી મહારાજ અક્ષરવાસ સિધાર્યાં. શાંતિથી બેસીને જો આપણે આપણું જીવન અને બાપાનું જીવન જોઈએ તો જોઈશું કે આપણે હંમેશા કંઇક લેવા માટે જીવીએ છીયે જયારે બાપાનું જીવન બીજા ને કઈ આપવા માટે જીવ્યા. સદ્દગુરુ એક દિવાની સમાન હોઈ છે જેવો પોતાને સળગાવીને બીજાને પ્રકાશ આપે છે. શિષ્યને અંધકારમાં પોતાના આભાના પ્રકાશ થી માર્ગદર્શન કરે છે. આપણી કોઈ હેસિયત કે લાયકાત નથી આપણે કઈ બાપા માટે કરી શકીયે, હા જરૂર થી એમના દ્વારા આપવામાં આવેલા જ્ઞાન માર્ગદર્શનનું અનુસરણ જરૂર થી કરી શકીયે. આજે આ ઘડીએ આપણે સૌને રડતા, દુઃખી અને શોક જોઈ બાપા ક્યારેય ખુસ નહિ થઇ. બાપા આજે જયારે અક્ષરધામ વાસ થયા હોઈ અને જીવન ભર જયારે આ ક્ષણની રાહ જોતા હોય ત્યારે આજે આ ક્ષણને આપણે દુઃખની નહિ પણ સુખની આંખો ભીની કરી ને શ્રદ્ધા સુમન અર્પણ કરીયે. બાપા જરૂર ઇચ્છતા ...