છેલ્લા કેટલાક દિવસ થી બ્લોગ લખવું લખવું થઇ રહ્યું હતું. પરંતુ વિષય નતો મળી રહ્યો, અને સાચું કહું તો હજુ પણ વિષય નથી મળ્યો. આજે વિચારતો હતો તો સવાલ ઉદ્ભવ્યો, શું કઈ લખવા માટે શીર્ષક હો વું જરૂરી છે? ખેર! વધારે પડતું વિચારવાનું માળિયા પર મૂકીને લખવાનું શરુ કરી દીધું. તો ચાલો આજે મારા આ બ્લોગમાં હું મારા બાળપણ ની યાદો વિષે કંઈક લખું. એક થી પાંચ વર્ષ હું મારા વતનમાં મોટો થયો. વતનમાં મારા "બા, બાપા, ભાભા, ગૌઢામાં, વસંત બેન, છગનદાદા અને મોટાબા" ની છત્ર છાયા માં મોટો થયો. અમારી પેઢીમાં હું સૌથી નાનો એટલે દરેક પરિવાર જનોનો ખુબજ પ્રેમ મળિયો. ધીમે ધીમે ઉમર મોટી થતાની સાથે સાથે મારી મિત્રતા આજુ બાજુમાં રહેતા મિત્રો સાથે થવા લાગી. તેમાં નો મારો એક ખાસ મિત્ર સંદીપ સાથે ત્રણ વીલ વળી સાયકલ ચલાવવાની માજજ કઈ ઔર હતી. એક વાર તો મને ભણવા માટે મારા બાપા મને અમારા ગામ ની શાળામાં મૂકી આવ્યા પછી થવાનું હતું શું રોઈ રોઈ ને આખી સ્કૂલ માથા પર લીધી, મને જાંખું જાંખું યાદ છે, તે વર્ગ ની જગ્યા હું ત્યાં રડતા રડતા જ સુઈ ગયો હતો (સાહેબ પણ એમજ ખુશ હતા કદાચ :p). ગામડાઓમાં "ચૂટકી" કરી...